ShuThayu News પર પ્રકાશિત થતી સામગ્રીનો હેતુ ગુજરાતી વાચકો સુધી સમયસર, સ્પષ્ટ અને જવાબદાર માહિતી પહોંચાડવાનો છે. અમે સમાચાર, માહિતી અને વિશ્લેષણને શક્ય તેટલી સાવધાની અને ઉપલબ્ધ વિશ્વસનીય સ્ત્રોતોના આધારે રજૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.
અમારીસંપાદકીયદ્રષ્ટિ
અમારો મુખ્ય ઉદ્દેશ કોઈપણ પ્રકારના અયોગ્ય દબાણ, પક્ષપાત અથવા ગેરમાર્ગે દોરતી માહિતી વગર સમાચાર રજૂ કરવાનો છે. અમે વાચકોને ગુજરાતી ભાષામાં સરળ અને સમજાય તેવી રીતે સમાચાર પ્રદાન કરવા પ્રતિબદ્ધ છીએ.
માહિતીનાસ્ત્રોત
ShuThayu News હાલમાં મુખ્યત્વે નીચેના સ્ત્રોતોના આધારે માહિતી એકત્રિત અને રજૂ કરે છે:
- સત્તાવાર જાહેર નિવેદનો
- સરકારી અથવા સંસ્થાકીય માહિતી
- વિશ્વસનીય ન્યૂઝ સોર્સિસ
- સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ માહિતી, જો તે cross-check પછી યોગ્ય જણાય
- જાહેરમાં ઉપલબ્ધ દસ્તાવેજો અને રિપોર્ટ્સ
સોશિયલમીડિયાઆધારિતમાહિતીવિશે
અમે માનીએ છીએ કે સોશિયલ મીડિયા ઝડપથી માહિતી આપે છે, પરંતુ તે હંમેશા સંપૂર્ણપણે વિશ્વસનીય હોય જ એવું જરૂરી નથી. તેથી સોશિયલ મીડિયા પરથી મળતી માહિતી અથવા દાવાઓને અમે સીધા અંતિમ સત્ય તરીકે પ્રકાશિત કરતા નથી; શક્ય હોય ત્યાં સુધી તેને અન્ય વિશ્વસનીય સ્ત્રોતો, સત્તાવાર નિવેદનો અથવા ઉપલબ્ધ તથ્યો સાથે cross-check કર્યા બાદ જ રજૂ કરવામાં આવે છે.
ગ્રાઉન્ડરિપોર્ટિંગઅંગે
હાલમાં ShuThayu News નિયમિત ગ્રાઉન્ડ-લેવલ રિપોર્ટિંગ અથવા સ્થળ પર જઈને સ્વતંત્ર તપાસ કરતું નથી. અમારી content process હાલમાં ઉપલબ્ધ જાહેર માહિતી, ડિજિટલ સોર્સિસ, સત્તાવાર માહિતી અને cross-verification પર આધારિત છે. જ્યાં direct on-ground confirmation ઉપલબ્ધ ન હોય, ત્યાં અમે માહિતીની મર્યાદા સમજતા જવાબદાર ભાષાનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.
ફેક્ટ–ચેકઅનેચકાસણી
કોઈપણ સમાચાર અથવા દાવા અંગે ઉપલબ્ધ હોય ત્યાં સુધી અમે નીચેની બાબતો ધ્યાનમાં રાખીએ છીએ:
- સ્ત્રોતની વિશ્વસનીયતા
- એકથી વધુ સ્ત્રોતો સાથે મેળ બેસે છે કે નહીં
- સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ છે કે નહીં
- માહિતી જૂની, ભ્રામક અથવા context વગરની તો નથી ને
- headline અને content વચ્ચે તથ્યાત્મક સુસંગતતા છે કે નહીં
સમાચાર, વિશ્લેષણઅનેમતનોભેદ
ShuThayu News પર પ્રકાશિત દરેક સામગ્રીનો સ્વરૂપ સ્પષ્ટ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સીધી સમાચાર માહિતી, વિશ્લેષણાત્મક લેખ અને અભિપ્રાય આધારિત લેખોને શક્ય તેટલા જુદા રીતે રજૂ કરવામાં આવે છે જેથી વાચકોને content નો પ્રકાર સમજાય.
તટસ્થતાઅનેજવાબદારી
અમે શક્ય તેટલી નિષ્પક્ષતા જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈપણ રાજકીય, વ્યાપારી અથવા વ્યક્તિગત પ્રભાવ હેઠળ ઇરાદાપૂર્વક ભ્રામક માહિતી પ્રકાશિત ન થાય તે માટે સાવચેતી રાખવામાં આવે છે.
ભૂલસુધારાનીનીતિ
જો પ્રકાશિત માહિતીમાં કોઈ તથ્યાત્મક ભૂલ, ગેરસમજ અથવા ગેરચોકસાઈ જણાય, તો તેને ચકાસ્યા બાદ જરૂરી સુધારો કરવામાં આવશે. વાચકો correction request અથવા feedback માટે info@shuthayu.com પર સંપર્ક કરી શકે છે.
વાચકોમાટેનોંધ
ShuThayu News વાચકોને વિશ્વસનીય અને જવાબદાર માહિતી આપવા પ્રયત્નશીલ છે, પરંતુ દરેક માહિતીની મર્યાદા હોઈ શકે છે, ખાસ કરીને developing news અથવા social media-originated updates માં. તેથી મહત્વપૂર્ણ મામલાઓમાં વાચકોએ સત્તાવાર સ્ત્રોતોનો પણ સંદર્ભ લેવો યોગ્ય રહે છે.
ShuThayu News is independently managed and operated by its editorial team, and editorial decisions are taken internally based on available information and verification standards.